રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ20 માર્ચ, 2025| Super Admin

ડમ્પરની ટકકરે બાઈક સવાર મહિલાનું મોત નિપજતા ટોળાએ ડમ્પરની તોડફોડ કરી આગ ચાંપી

ડમ્પરની ટકકરે બાઈક સવાર મહિલાનું મોત નિપજતા ટોળાએ ડમ્પરની તોડફોડ કરી આગ ચાંપી
મૃતક મહિલા પોતાના પિયર બાલવા થી  દુનાવાડા સાસરીમાં જતી હોવાનું જાણવા મળ્યું; પાટણના હાઇવે માર્ગો પરથી રેતી ભરીને બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૅતા હોય જેના કારણે અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના બુધવારના રોજ સરસ્વતીના કાંસા હાઇવે પર એક ડમ્પરે ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. તો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ સાથે આક્રોશ ભભૂકતા લોકોએ ડમ્પરની તોડફોડ કરી આગ ચાપતા ડમ્પર આગની લપેટમાં લપેટાયુ હતું.જોકે બનાવની જાણ ફાયર વિભાગ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. ધટનાને પગલે સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતો સર્જવામાં આવે છે. ડમ્પરના અકસ્માતોની વારંવારની ઘટનાઓથી તેમનો જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિકોએ આ મામલે યોગ્ય કાર્યવાહી અને કડક પગલાંની માંગણી કરી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પર ની ટકકરે મોતને ભેટેલ મહિલા પોતાના પિયર બોલવાથી દુનાવાડા તેની સાસરીમાં જતી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર