રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ29 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ જનતા હોસ્પિટલ નજીક બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતાં અફડાતફડી મચી

પાટણ જનતા હોસ્પિટલ નજીક બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતાં અફડાતફડી મચી
કલેકટર ની સુચના છતાં પાટણ પાલિકા રખડતાં ઢોરોને ડબ્બે કરવામાં અસ્મૅથ બનતા લોકો પરેશાન: પાટણ જિલ્લા કલેકટર ની સૂચના છતાં પાટણ નગરપાલિકાના નઘરોળ તંત્ર દ્વારા પાટણ શહેરમા રખડતા ઢોરો ને ડબ્બે કરવાની કોઈ નકકર કામગીરી હાથ ન ધરાતા રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે દિવસે ને દિવસે અસહ્યં બની રહ્યો છે. તો અવાર નવાર આવા રખડતાં ઢોરો જાહેર માગૅ પર સિંગડા યુદ્ધે ચડતાં રાહદારીઓ અને વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે સોમવારે ફરી એક વખત રખડતાં ઢોરો વચ્ચે શહેરના જનતા હોસ્પિટલ નજીક જાહેર માર્ગ પર યુદ્ધ જામતાં રાહદારીઓ તેમજ વાહન ચલાકો ભયમાં મુકાયા હતાં. જોકે આ આખલાઓનાં સિંગડા યુદ્ધને શાંત કરવા વિસ્તારના વેપારીઓ સહિત રહિશો એ પાણી નો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરો ના ત્રાસ ને લઇ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં પાટણ પાલિકા દ્રારા રખડતા ઢોરો ને ડબ્બે કરવામા અસમર્થ બન્યાં હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર