રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 મે, 2025| Super Admin

વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે રસાણા મોટા ખાતે ખેડૂતો માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે રસાણા મોટા ખાતે ખેડૂતો માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, નેનો ટેકનોલોજી અને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરાયા; આગામી ૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગના ઉપક્રમે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પર્યાવરણીય દ્રષ્ટિકોણને અનુરૂપ ખેતી પદ્ધતિઓ વિષે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તથા પ્લાસ્ટીકનો નિહવત ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતોને ખાસ કરીને જીવામૃત, બીજામૃત અને સજીવ ખાતરના ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા અને નેનો ડીએપીનો છંટકાવ કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા તરફનો અભિગમ રજૂ કરાયો હતો. આ ઉપરાંત, જમીન પરીક્ષણના આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને ઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ સરકારની વિવિધ યોજનાઓ અને સહાયની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વૃક્ષારોપણ અને પાણી બચાવવાનો સંદેશ આપીને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.

સંબંધિત સમાચાર