ડીસા તાલુકાના લુણપુર ગામ પાસે આજે એક અત્યંત કરુણ અને ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સામસામે ધસમસતા આવતા બે વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, લુણપુર ગામ નજીક મુખ્ય માર્ગ પર બે વાહનો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ત્રણેય વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી હતી ? તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ડીસાના લુણપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર
2 દિવસ પહેલા
