રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 જૂન, 2025| Super Admin

વિશ્વ પર્યાવરણ દિવસે; હોટલોમાં ચેકિંગ બે દિવસમાં 14 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત

વિશ્વ પર્યાવરણ દિવસે; હોટલોમાં ચેકિંગ બે દિવસમાં 14 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત

મહેસાણા શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા ઉત્પાદકોની સાથે દુકાનો, હોટલ, પાન પાર્લર, ફૂડ સ્ટોલમાં પણ મનપાની ટીમ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં બે દિવસમાં 20 સ્થળેથી 14 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરી 20 વેપારીઓ પાસેથી રૂ.36,500નો દંડ વસૂલ્યો છે. પર્યાવરણ દિવસની ઊજવણીને લઇ મનપા દ્વારા પર્યાવરણ માટે હાનિકારક સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવવા ઝુંબેશ ચાલુ રખાઇ છે. મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શનમાં સેનેટરી શાખાની ટીમ દ્વારા વાઇડ એન્ગલ સિનેમા પાસેના કોમ્પલેક્ષોની દુકાનો તેમજ હાઇવેની હોટલોમાં ચેકિંગ કરી 8 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 10 વેપારીઓ પાસેથી રૂ.8500 દંડ વસૂલ કર્યો હતો. જ્યારે બુધવારે નાગલપુર હાઇવે પરની હોટલો અને નજીકના પાન પાર્લરોમાં વપરાતા સિંગલ યૂઝ પ્લાસ્ટીકનો વપરાશ થતો હોવાનું ચેકિંગમાં જણાયું હતું તેમજ ફૂડ ચેકિંગ કરાયું હતું. જેમાં 10 વેપારીઓની પાસેથી 6 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.28 હજાર દંડ વસૂલ કર્યો હતો.

સંબંધિત સમાચાર