રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 જૂન, 2026| Super Admin

જગુદણ હોર્ટિકલ્ચર કોલેજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

જગુદણ હોર્ટિકલ્ચર કોલેજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસના વિશેષ અવસરે કોલેજ ઓફ હોર્ટિકલ્ચર, જગુદણ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસના ઉમદા સંદેશને પ્રોત્સાહન આપવાના હેતુથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડૉ. પિયુષ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ડૉ. પિયુષ વર્માએ ઉપસ્થિત સૌને પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વધી રહેલા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન ના પડકારોનો સામનો કરવા માટે વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું એ સમયની તાતી માંગ છે. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનીને 'હરિત ભારત'ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં હિમાંશુ બારોટ, કે. ઝેડ. વાઘેલા, ડૉ. બી. કે. પ્રજાપતિ, ડૉ. ધ્વનિ એ. પટેલ સહિત કોલેજના તમામ અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું અત્યંત સફળ અને સુવ્યવસ્થિત સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના કાર્યક્રમ અધિકારી ડૉ. એચ.બી.પટેલ તથા રાષ્ટ્રીય કેડેટ કોર (NCC) ના CTO ડૉ. અંકિત પટેલના નેતૃત્વ અને સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું."એક વૃક્ષ – એક જીવન" નો સંકલ્પ અને સમાપન સાથે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ લોકોએ પર્યાવરણના સંરક્ષણ અને તેના સંવર્ધન માટે નિરંતર કાર્ય કરતા રહેવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ જાગૃતિ અભિયાન થકી વિદ્યાર્થીઓના મનમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી. અંતમાં, સૌએ સાથે મળીને "એક વૃક્ષ – એક જીવન" ના સંદેશને સાર્થક બનાવવાનો અને તેને જીવનમાં ચરિતાર્થ કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર