રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
બનાસકાંઠા19 મે, 2025| Super Admin

પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણીની મોકાણ; મહિલાઓએ ઠાલવ્યો રોષ

પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણીની મોકાણ; મહિલાઓએ ઠાલવ્યો રોષ
પાલિકા કચેરીમાં માટલાં લઈ આવેલી મહિલાઓએ ઠાલવ્યો રોષ; પાલનપુર નગર પાલિકાના શાસકો નગરજનોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા હેરીટેઝ સોસાયટીના રહીશોને છેલ્લા છ વર્ષથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકી નથી. ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ માટલાં સાથે નગરપાલિકા કચેરીમાં ધસી આવી હલ્લાબોલ કર્યો હતો. પાલનપુરની ગોવિંદા હેરીટેઝ સોસાયટીની 2019 માં આકારણી થઈ ગઈ છે. 40 ઘર ધરાવતી સોસાયટીના લોકો પાલિકાનો કરવેરો નિયમિત ભરે છે. છતાં તેઓને ધરોઈનું પાણી કનેક્શન આપવામાં પાલિકા ઉણી ઉતરી છે. છેલ્લા છ વર્ષમાં અસંખ્યવાર રજુઆત કરવા છતાં પાલિકાએ પાણી ન આપતા ભર ઉનાળે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વારંવાર ઠાલા આશ્વાસનો આપતા પાલિકાના શાસકોથી કંટાળેલા સ્થાનિક રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. જ્યાં માટલાંઓ સાથે આવેલી મહિલા ઓએ ઉગ્ર રજુઆત કરતા પાણી પૂરું પડવાની માંગ કરી હતી. ગોવિદા હેરીટેઝ સોસાયટીમાં ખારું પાણી આવતા લોકોના માથાના વાળ ઉતરવાની સાથે ચામડીના રોગ થાય છે. છતાં સ્થાનિક નગર સેવકો સહિત પાલિકાના શાસકો તેઓની રજૂઆત સાંભળતા ન હોઈ આક્રોશમાં આવેલી મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાણી પાણી ના પોકારોથી કચેરી ગજવી દીધી હતી. જોકે, રોષે ભરાયેલી મહિલાઓ એ પાણી નહિ મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર