રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા27 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાવના બાલુત્રી ગામે પાણીનો નિકાલ નહિ કરાય તો બનાસડેરીના પૂર્વ ડિરેકટરની જળ સમાધિ લેવાની ચીમકી

વાવના બાલુત્રી ગામે પાણીનો નિકાલ નહિ કરાય તો બનાસડેરીના પૂર્વ ડિરેકટરની જળ સમાધિ લેવાની ચીમકી
વરસાદી પાણીના નિકાલના મુદ્દે તંત્ર હવામાં તીર મારી રહ્યું છે વાવ તાલુકામાં આવેલ મેઘ તાંડવને લઈને આજે સતત 22  દિવસ થવા છતાં વરસાદી પાણીનો હજુ નિકાલ થયો નથી. સતત 22 દિવસથી સરકારી શાળાઓ સદંતર બંધ છે. ગ્રામજનોને બહાર નીકળવા  માટે 16 કી. મી.નું અંતર કાપવું પડે છે. ગામમાંથી પાણીનો નિકાલ કરવા ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું. તેમજ રાસ ગરબા યોજી રાતભર જાગરણ કરી વિરોધ નોંધાવ્યો. તેમ છતાં પાણીનો નિકાલ ન થતાં બાલુત્રી ગામના વતની અને બનાસ ડેરીના પૂર્વ ડિરેકટર એવા રૂપશીભાઈ વિરભાણ પટેલ વાવ મામલતદાર કચેરીમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. અમારા વાવ ખાતેના રિપોર્ટર વિષ્ણુ પરમારે તેમની રૂબરૂ મુલાકાત લેતા તેઓ એ જણાવ્યું હતું કે, મેઘ તાંડવમાં આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સતત 22 દિવસથી ગામ પાણીમાં હોવા છતાં તંત્ર હવામાં તિર મારી રહ્યું છે. પાણીનો નિકાલ થતો નથી ગામમાં ગંદકી અને કીચડ મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે. જો તંત્ર જુના માર્ગને તોડી પાણીનો નિકાલ કરે તો 2 કલાકમાં ગામમાંથી પાણીનો નિકાલ થઈ શકે છે. પરંતુ બે ચાર લોકોના ફાયદા માતે આજે આખું ગામ પાણીમાં ગરકાવ છે. હજુ સુધી એક પણ નેતા મારા ખબર અંતર પૂછવા આવેલ નથી. જો આ વરસાદી પાણીનો જુના માર્ગને તોડી ઝડપી નિકાલ નહિ કરવામાં આવે તો હું 83 વર્ષની ઉંમરે જળ સમાધી લેવાની ચીમકી ઉચારતા તંત્રમાં દોડધામ વધી ગઈ છે. જોકે સતત 22 દિવસથી ગામ પાણીમાં રહેવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પણ જવાબદાર તંત્રનું પેટનું પાણી હલતું નથી. સરકારને સહાય આપવી હોય તો આપે પહેલા અમને પાણીનો નિકાલ કરી આપે એજ અમારી તંત્ર પાસે માંગ છે.    

સંબંધિત સમાચાર