રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં ઠેર ઠેર વિજપોલ અને વૃક્ષો ધરાસાઈ

મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં ઠેર ઠેર વિજપોલ અને વૃક્ષો ધરાસાઈ
વાવાઝોડા અને વરસાદના લીધે ખેડૂતોને વ્યાપક નુકસાન: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વચ્ચે મહેસાણા શહેર સહિત જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી ચારેકોર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા ભયાવહ દ્રશ્યો મોડી સાંજે જોવા મળ્યા હતાં.જિલ્લામાં સામાન્યથી લઈને ભારેથી અતિભારે વરસાદ તેમજ બરફના કરા પડતા જિલ્લા વાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. કડાકા અને ભડાકા સાથે પુરપાટ ઝડપે પવન ફૂંકાવા સહિત ભયંકર વીજળીના ચમકારા થતાં જોવા મળ્યા હતા. જ્યાં વીજળીના કડાકા અને ભડાકા સાંભળીને મહિલાઓ અને બાળકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. મહેસાણા જિલ્લાના મહેસાણા શહેર, ઊંઝા, બેચરાજી, કડી, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. મોડી રાત્રે ખાબકેલા વરસાદના લીધે ઠેર ઠેર વિજપોલ ઉખડીને પટકાયા હતાં તો બીજી તરફ રસ્તામાં અનેક જગ્યાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થયેલા જોવા મળ્યા હતાં. અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદથી  ખાણીપીણીની દુકાનો અને હોટલોના ટેબલ ખુરશી તેજ ઓવનના કારણે દૂર દૂર સુધીને ઉડીને પડ્યા હતા જ્યારે અનેક જગ્યાએ બેનર, હોર્ડિંગ અને મોટા મોટા ડિજિટલ બોર્ડ પણ પવનની ગતિ સામે લાચાર બની તૂટી પડ્યા હતા.કમોસમી વરસાદના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોના ઉભા પાકને વ્યાકપણે નુકશાન થયું છે. ઉનાળુ સીઝનમાં વાવેલા બાજરી, જાર, એરંડા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થવાનો વારો આવ્યો છે. ઉનાળુ વાવેતરમાં બાજરી, જુવાર, રાયડો, કપાસ,  એરંડા સહિત વિવિધ શાકભાજીના વાવેલા પાકો પર કમોસમી વરસાદથી બગડી જવાનો કે કોહવાટ થઈ જવાના ભય સાથે ખેડૂતોના માથે મોટો ભય તોલાઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો વળી ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનોમાં પણ કમોસમી વરસાદથી આંશિક રાહત મળતાં ઠંડક તો થઈ છે પરંતુ વિવિધ પ્રકારના રોગચાળો ફેલાવાની પણ એટલી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી સહિત ગાંધીનગરમા 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ક્યાંક છુટા છવાયા વરસાદી ઝાપટા તો ક્યાંક ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તો વળી ક્યાંક ક્યાંક બરફના કરા પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા જનહિતમાં જાહેર સૂચના પણ જાહેર કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર