રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 મે, 2026| Super Admin

ઊંઝા પોલીસની મોટી કાર્યવાહી: ભેમાતપોળમાંથી ₹1.73 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

ઊંઝા પોલીસની મોટી કાર્યવાહી: ભેમાતપોળમાંથી ₹1.73 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

ઊંઝા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ભેમાતપોળ વિસ્તારમાં દારૂના એક મોટા અડ્ડા પર દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરની નાની-મોટી કુલ 867 બોટલો ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી પાટણના એક બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર સ્થાનિક શખ્સ રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ, વ્હીકલ અને મોબાઈલ સહિત કુલ ₹2,01,556 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ્યારે ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે વાડીપરા ચોક પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. કાપડીયાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે ઊંઝાની ભેમાતપોળમાં રહેતો અનિલકુમાર રમેશભાઈ પ્રજાપતિ પોતાના રહેણાંક મકાનમાં અને ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને છૂટક વેચાણનો ધંધો કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે રાહદારી પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.

પોલીસની ટીમ જ્યારે બાતમીવાળા મકાન પર પહોંચી ત્યારે ત્યાં હાજર એક શખ્સની પૂછપરછ કરાતાં તેણે પોતાનું નામ મુકેશભાઈ ચમનભાઈ બબાભાઈ પ્રજાપતિ (ઉં.વ. 34, રહે. લોઢપુરા, પ્રજાપતિવાસ, તા.જી. પાટણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતાં પલંગ અને લોખંડના ખાટલા નીચે પ્લાસ્ટિકના કેરેટ, સફેદ મીણિયા થેલીઓ અને કાગળના બોક્સમાંથી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. એટલું જ નહીં, બુટલેગરની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ઘરની બહાર પાર્ક કરેલા ગ્રે કલરના  ડેકીમાં અને નજીકની ખડકીમાં આવેલા બીજા મકાનમાંથી પણ દારૂનો મોટો જથ્થો છુપાવેલો હતો.પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ મળીને નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, મેકડોવેલ્સ, ગ્રીન લેબલ, ટીચર્સ સ્કોચ વ્હીકી, સ્મિરનોફ અને મેજિક મોમેન્ટ્સ વોડકા સહિત કુલ 559 બોટલો (કિંમત ₹1,34,115).

 કિંગફિશર સુપર સ્ટ્રોંગ, ટ્યુબોર્ગ, કાર્લ્સબર્ગ અને બડવાઇઝર મેગ્નમ સહિત કુલ 308 નંગ (કિંમત ₹39,441). કુલ દારૂનો જથ્થો: 867 બોટલો/ટીન (286.77 લીટર), કિંમત ₹1,73,556 અન્ય મુદ્દામાલ: ₹20,000 ની કિંમતનું જ્યુપિટર સ્કૂટર, ₹5,000 નો સેમસંગ ગેલેક્સી A35 5G મોબાઈલ અને ₹3,000 ની રોકડ રકમ.

ઝડપાયેલા આરોપી મુકેશ પ્રજાપતિની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો ભેમાતપોળ માઢમાં રહેતા મુખ્ય બુટલેગર અનિલકુમાર રમેશભાઈ પ્રજાપતિનો છે. તે અનિલના ત્યાં મજૂર તરીકે દારૂની બોટલો છૂટક વેચવાનું કામ કરતો હતો. જો કે, રેડ દરમિયાન મુખ્ય આરોપી અનિલ પ્રજાપતિ પોલીસના હાથે લાગ્યો ન હતો. ઊંઝા પોલીસે કિર્તિકુમાર અંબાલાલ (અ.હે.કો.) ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 65(e), 81 અને 83 મુજબ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલવકુમાર કિશોરભાઈ કાપડીયા ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર