રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 જુલાઈ, 2026| Super Admin

ઊંઝાની વરિયાળીને મળ્યો GI ટેગ: વિશ્વભરમાં મહેકશે સુગંધ

ઊંઝાની વરિયાળીને મળ્યો GI ટેગ: વિશ્વભરમાં મહેકશે સુગંધ

ગુજરાત અને ખાસ કરીને ઊંઝાના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે જાણીતા ઊંઝાની વરિયાળીને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝા વરિયાળી (UNJHA FENNEL) ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ (Geographical Indication) એનાયત કરવામાં આવ્યો છે. જીરા બાદ હવે ઊંઝાની વરિયાળી પણ વિશ્વભરમાં પોતાની એક આગવી બ્રાન્ડ તરીકે ધૂમ મચાવશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેન  દિનેશભાઇ પટેલના અથાક પ્રયત્નો અને દીર્ઘદ્રષ્ટિના કારણે આ સોનેરી સપનું સાકાર થયું છે. ઊંઝાની વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ અપાવવા માટે તેઓ લાંબા સમયથી પ્રયત્નશીલ હતા. જેમના પરિશ્રમને આજે આ મોટી સફળતા મળી છે. આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રતિષ્ઠિત GI ટેગ મળવો એ માત્ર ઊંઝા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ ઊંઝાના ધરતીપુત્રોની રાત-દિવસની મહેનત, વેપારીઓનો અતૂટ વિશ્વાસ અને ઊંઝાની માટીની મીઠાશનું રાષ્ટ્રીય સન્માન છે. હવે ગ્રાહકોને પણ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઊંઝા વરિયાળી સત્તાવાર બ્રાન્ડ નેમ સાથે મળી શકશે જેનાથી નકલી માલના વેચાણ પર પણ લગામ કસાશે. ઊંઝાની વરિયાળીને આ વૈશ્વિક પ્લેટફોર્મ અપાવવા પાછળ અનેક સંસ્થાઓનો સહયોગ રહ્યો છે. આ પ્રક્રિયાને સફળ બનાવવામાં ભારત સરકાર, ગુજરાત સરકારના બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ EDII ગુજરાતનો મહત્વનો ફાળો રહ્યો છે. APMC ઊંઝાની સમગ્ર ટીમે આ ભગીરથ કાર્ય માટે તમામ સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને આ ઐતિહાસિક ગૌરવને વધાવ્યું છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર