રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા20 જૂન, 2026| Super Admin

ઊંઝા અને લાંઘણજ પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧.૭૦ કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું

ઊંઝા અને લાંઘણજ પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧.૭૦ કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું

 ઊંઝા અને લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ દરોડા દરમિયાન પકડાયેલા વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો આજેઊંઝાના પાટણ રોડ પર જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર કામગીરી વિગતવાર પંચનામા સાથે પૂર્ણ કરવામાં આવી હતી.

ઊંઝાથી પાટણ જતા રોડ પર આવેલા હેલીપેડ વાળી જગ્યાએ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન ઉપર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેસીબી દ્વારા મોટો ખાડો ખોદીને કાચની બોટલોનો ભૂકો જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. જ્યારે દારૂના ખાલી ખોખાંનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ૫૫,૦૯૦ બોટલ પકડાઈ હતી. જેની કુલ કિંમત રૂ.૧,૭૦,૪૩,૬૦૭ થાય છે.  ઊંઝા પોલીસ સ્ટેશન કુલ ૪૬,૨૫૬ બોટલ કિંમત રૂ.૧,૫૦,૭૫,૬૯૨ જ્યારે લાંઘણજ પોલીસ સ્ટેશન કુલ ૮,૮૩૪ બોટલ કિંમત ૧૯,૬૭,૯૧૫ રૂપિયા થાય છે. આ વિદેશી દારૂના જથ્થાનો નાશ એડી.જ્યુડી.મેજી. ઊંઝા કોર્ટ તથા નામદાર ચીફ જ્યુ.મેજી. કોર્ટ મહેસાણાના હુકમ અન્વયે કરવામાં આવ્યો હતો. ઊંઝાના પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી તેમજ ઊંઝા પીઆઈ જે.પી.સોલંકી અને લાંઘણજ પીઆઈ એ.એમ.ગેલોત સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર