રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા24 જુલાઈ, 2025| Super Admin

મહેસાણાના પાલાવાસણા નજીક ચાર વાહનો ટકરાતાં બેના મોત; પાંચ ઘાયલ

મહેસાણાના પાલાવાસણા નજીક ચાર વાહનો ટકરાતાં બેના મોત; પાંચ ઘાયલ
મહેસાણામાં ગત રોજ વહેલી પરોઢે પાલાવાસણા હાઈવે બ્રિજ પાસે એક પછી એક વાહનો એકબીજાની પાછળ ટકરાતાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક કારમાં સવાર ૨ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહેસાણાના પાલાવાસણા ચાર રસ્તે ગોકળગતીએ ચાલતા બ્રિજની કામગીરીના લીધે અમદાવાદ તરફથી આવતા વાહનોની આખો દિવસ લાંબી કતારો જોવા મળતી હોય છે. જ્યાં કલાકો સુધી ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતી હોય છે. વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના સુમારે જ્યારે ચક્કાજામ ત્રાફિક જામ્યો હતો. તેવા સમયે પુર ઝડપે એક ટ્રક ચાલક ટ્રક લઈને આવતા તેની આગળ ઉભેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે એઓબીજાની આગળ ઉભેલા વાહનોને પણ ટક્કર વાગતાં બે ટ્રક સહિત એક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે એ સિવાયના અન્ય વાહનોના ૫ લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે સોવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કોઈએ સમય સુચકતા વાપરી પોલીસને જાણ કરતા મહેસાણા તાલુકા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક નિયમનની સાથે અકસ્માતના બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી ચક્કાજામ થઈ ગયેલા ટ્રાફિકને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જે બાબતે અકસ્માતનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર