રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઉનાવા એપીએમસીમાં કપાસની આવકોનો પ્રારંભ : આ વર્ષે ભાવમાં તેજીની સંભાવના

ઉનાવા એપીએમસીમાં કપાસની આવકોનો પ્રારંભ : આ વર્ષે ભાવમાં તેજીની સંભાવના

કપાસની સીઝન સપ્ટેમ્બરથી લઈને એપ્રિલ સુધી રહેશે 

ગત વર્ષેની તુલનાએ આ વર્ષે કપાસની આવક વધારે રહેશે 

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવકો શરૂ થવા પામી છે. પ્રથમ દિવસે કપાસની ૧૦૦ મણની આવક જોવા મળી હતી. જ્યારે ઊંચો ભાવ મણે ૨૫૨૫ રૂપિયા અને નીચો ભાવ મણે ૧૫૦૦ રૂપિયા જોવા મળ્યો હતો. કપાસની આવક હાલ મહેસાણા અને પાટણ જિલ્લામાંથી આવી રહી છે. જ્યારે સીઝન પુરજોશમાં હશે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવકો જોવા મળશે. એપીએમસીના સેક્રેટરી રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ ખેડુતોને ખરૂં તોલ અને રોકડા નાણાં તેમજ ખેડૂતો માટે ઠંડા પાણીની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.  

કપાસની સીઝન સપ્ટેમ્બરથી લઈને એપ્રિલ સુધી જોવા મળે છે. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર એમ ત્રણ મહિના આવકોથી યાર્ડ ઉભરાય છે. ગત વર્ષેની તુલનાએ આ વર્ષે કપાસની આવક વધારે જોવા મળશે. વરસાદની ઘટ, ઈન્ડિયા લેવલે ૧૦ ટકા વાવેતરમાં કાપ અને વિદેશની માંગ સારી હોવાથી આ વર્ષે ભાવમાં તેજી જોવા મળી શકે છે. કપાસનો ઉપયોગ સુતરાઉ કાપડ, દોરા, આરોગ્ય ક્ષેત્રે પાટા અને કપાસમાંથી નીકળતા કપાસીયામાંથી કપાસીયા તેલ બને છે.

સંબંધિત સમાચાર