રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

સોના-ચાંદીની ઠગાઈ કરનારા બે શખ્સોની ધરપકડ; 4.23 લાખ રૂપિયાનો બોગસ ચેક આપ્યો હતો

સોના-ચાંદીની ઠગાઈ કરનારા બે શખ્સોની ધરપકડ; 4.23 લાખ રૂપિયાનો બોગસ ચેક આપ્યો હતો

મહેસાણા તાલુકા પોલીસે સોના-ચાંદીની ઠગાઈ કરનારા બે શખ્સોની ધરપકડ કરી છે. પાંચોટ સર્કલ પર આવેલા મહાકાળી જ્વેલર્સમાં આ ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓએ મંદિરના ટ્રસ્ટીઓના નામે દાન આપવાનું કહી સોના-ચાંદીની લગડીઓની ખરીદી કરી હતી. તેમણે 4.23 લાખ રૂપિયાનો બોગસ ચેક આપ્યો હતો. પોલીસે રાજકોટના જેતપુર સરદાર ચોક પાસેથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ૨૩ દિવસ પહેલા આ ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. પકડાયેલા આરોપીઓમાં શૈલેષ ઉર્ફે ચીકુ છગન ઉધાડ પટેલ (રહે. ખોડલધામ સોસાયટી, ગોંડલ-રાજકોટ) અને કલ્પેશ ઉર્ફે ભોડી વજુભાઈ વોરા પટેલ (રહે. બોરડી, જેતપુર-રાજકોટ)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી સોના અને ચાંદીની લગડીઓ જપ્ત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓના નામે જ્વેલર્સને ફોન કરાવતા હતા. મંદિરમાં દાન કરવાના બહાને સોનું અને ચાંદી ખરીદી બેલેન્સ વગરના એકાઉન્ટનો ચેક આપતા હતા. શૈલેષ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ, રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશન અને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ ગુનાહિત રેકોર્ડ નોંધાયેલો છે.

સંબંધિત સમાચાર