રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા29 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા અમદાવાદ હાઈવે પર થયેલા ટ્રિપલ અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મોત

મહેસાણા અમદાવાદ હાઈવે પર થયેલા ટ્રિપલ અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મોત

મહેસાણાથી અમદાવાદ જવાના હાઈવે પર મંડાળી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર  અકસ્માત થયો હતો જેમા ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સેન્ટ્રો કારનું ટાયર ફાટતા સમગ્ર અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની વિગત એવી છે કે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી સેન્ટ્રો કારનું ટાયર એકાએક ફાટવાના કારણે કાર અચાનક જ બેકાબુ બની જઈ  સામેની બાજુથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. બન્નેય ગાડીઓ વચ્ચે અચાનક જ થયેલા અકસ્માતના પગલે પાછળ આવી રહેલી એસટી બસ પણ બન્નેય કરો સાથે ટકરાઈ જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં હાઈવે પર ચીસો અને ચિચિયારીઓ સંભળાવવા લાગી હતી. કોઈ કશું સમજે તે પહેલા તો મોટો અકસ્માત સર્જાઈ ગયો હતો. બે કારની ભીડંતમાં એસટી બસના ચાલકે મુસાફરોના જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી બસ પરનો કાબૂ ગુમાવતા તે બસ નજીકમાં આવેલી શિવાલય હોટલમાં ઘુસી ગઈ હતી. ગમખ્વાર અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જ્યાં સ્થાનિકોએ ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી વાહનોને દૂર કરવા સહિત ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને પહોંચાડવાની સેવામાં જોડાઈ ગયા હતા. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ અકસ્માત બાદ ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ટ્રાફિક દૂર કરાવી રાબેતા મુજબ હાઈવે રોડ ફરી ચાલુ કરાવ્યો હતો.

સંબંધિત સમાચાર