રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

ભાભરમાં પરચુરણની અછતને લઈ વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી

ભાભરમાં પરચુરણની અછતને લઈ વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી
આરબીઆઇ દ્વારા રૂપિયા ૧૦ અને ૨૦ ના સિક્કા વધુ ચલણમાં મુકવામાં આવે તેવી લોક માંગ..! ભાભર વેપાર મથક છે અને તાલુકાના ૫૩ ગામોમાંથી લોકો કામ અને ખરીદી અર્થે અહીં આવે છે. પણ વેપારીઓને હાલમાં છૂટા પૈસા એટલે કે પરચુરણની સમસ્યા પજવે છે. કારણ બજારમાં ૧૦ અને ૨૦ રૂપિયાની જૂની ફાટેલી નોટો આવે છે. જે ગ્રાહકો હાથમાં પણ પકડતા નથી.વળી સ્ટેટ બેન્ક ભાભર શાખામાં લગભગ છેલ્લા છ મહિનાથી ૧૦ અને ૨૦ રૂપિયાની નવી નોટો અને દશના સિક્કા મળતા નથી. ગ્રાહકો બેન્ક અધિકારી સાથે વાતચીત કરે કે અમારે છુટ્ટા દસના સિકકા જોઈએ છે પણ હાજર બેન્ક કર્મચારીઓ એવું જણાવે છે કે સ્ટેટ બેંક દ્વારા ઉપરથી કોઈ સિક્કા આવ્યા નથી, આવશે એટલે આપીશું. તેવા જવાબો લગભગ છ મહિનાથી મળે છે તો શું ભારતીય સ્ટેટ બેન્ક શાખા દ્રારા વડી કચેરીમાં રજૂઆત કરવામાં આવતી નહીં હોય? તેવા સવાલો વેપારીઓમાં ઉઠી રહ્યા છે. તમામ વેપારીઓને છુટ્ટા પૈસાનો વિકટ પ્રશ્ન સતાવે છે ત્યારે ભારતીય રિઝર્વ બેંકની વડી કચેરી દ્વારા સ્ટેટ બેંક શાખા ભાભરમાં વધુ દસ અને વીસના સિક્કા નવા આપવામાં આવે તો વેપારીઓ અને લોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે. હાલમાં શહેરના વેપારીઓને છુટ્ટા પૈસા (પરચુરણ) બાબતે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રાહકો લગભગ ૫૦ ની ૧૦૦ અને ૨૦૦ ની નોટ લઈને આવે છે તેને છુટા આપવામાં તકલીફ પડે છે ધારો કે ૨૦૦ રૂપિયાની નોટ લઈને આવે અને ૧૦ રૂપિયાની વસ્તુ લેવી હોય તો ૧૯૦ રૂપિયા કઇ રીતે આપે? કારણ કે ૧૦ ની ૨૦ ની નોટો સારી આવતી નથી અને તેના સિક્કા પણ જોઈએ તેટલાં મળતા નથી. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના અધિકારીઓ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવો લોક મત પ્રવર્તે છે.

સંબંધિત સમાચાર