શહેરના જાણીતા સેવાભાવી અને પરમ રામદેવપીર ભક્ત કનુભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાથી બાબા રામદેવજીના ધામ રણુજા (રાજસ્થાન) માટેના ભવ્ય પગપાળા સંઘનું સવારે ૧૦:૦૦ કલાકે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.પરમ શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે "જય બાબા રી"ના નાદ સાથે ઉપડેલા આ પદયાત્રા સંઘમાં ૨૦૦થી પણ વધુ યાત્રિકો ઉત્સાહભેર જોડાયા છે. દર વર્ષે કનુભાઈ સોલંકી દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને તબીબી સારવાર સહિતની તમામ સુવિધાઓ સાથે આ સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે.
ડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
23 મિનિટ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના પગ પેસારાને રોકવા આરોગ્ય તંત્ર સતર્ક..!
41 મિનિટ પહેલા
બનાસકાંઠાદાંતા-સતલાસણા હાઈવે પર આંબાઘાટા પાસે ડમ્પર પલટયું : ચાલકનો બચાવ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો
2 દિવસ પહેલા
