રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 ઑગસ્ટ, 2026| Super Admin

કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વની માંગ સાથે ઠાકોર સમાજની વિશાળ રેલી

કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વની માંગ સાથે ઠાકોર સમાજની વિશાળ રેલી

રેલીને લઈ સહકારી અને રાજકીય ક્ષેત્રે હલચલ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને સહકારી અને રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘના 15 ડિરેક્ટર પદ માટે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે યોગ્ય પ્રતિનિધિત્વની માંગ સાથે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

71.jpg 205.69 KB
શિહોરી-ડીસા રોડ પર આવેલા શોપિંગ સેન્ટરથી કાંકરેજ મામલતદાર કચેરી સુધી ઠાકોર સમાજ દ્વારા રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ પ્રતિનિધિત્વની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.એક તરફ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને આજે 27 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે ઠાકોર સમાજની રેલીથી કાંકરેજના સહકારી ક્ષેત્રની સાથે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.ચૂંટણીને લઈ વિવિધ દાવેદારો અને તેમના સમર્થકો સક્રિય બન્યા છે. કયા ઉમેદવારને કયા જૂથનું સમર્થન મળે છે અને કોણ ચૂંટણી મેદાનમાં ઉતરે છે તેના પર સહકારી ક્ષેત્રની સાથે તાલુકાના રાજકીય વર્તુળોની પણ નજર છે.
72.jpg 154.87 KB
દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપનું મેન્ડેટ જેને મળશે તે ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ, સંઘના પેટા કાયદા મુજબ 25 હજાર રૂપિયાના શેર ધરાવતી મંડળીના ઉમેદવારને ફોર્મ ભરવાની પાત્રતા હોવાની ચર્ચા છે. જોકે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.હવે ઠાકોર સમાજની પ્રતિનિધિત્વની માંગ, ઉમેદવારોની સંખ્યા, વિવિધ જૂથોના સમર્થન અને ચૂંટણીમાં ડિરેક્ટર પદની બાજી કોણ મારે છે ? તેના પર સૌની નજર મંડાઈ છે.

સંબંધિત સમાચાર