રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

ડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભોપાનગર ત્રિકમવાડી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા કુલ સાત ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી અને પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી રોકડા રૂપિયા તથા ગંજીપાના જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓની વિગતો નીચે મુજબ છે:

જીતેન્દ્ર દિનેશભાઈ મોચી (રહે. ડીસા ભોપાનગર મોચીવાસ)

પ્રવિણભાઈ રમેશભાઈ બઢીયા (રહે. ડીસા ભોપાનગર ત્રિકમવાડી)

રણજીત વિક્રમભાઈ ઠાકોર (રહે. ડીસા ભોપાનગર ત્રિકમવાડી)

હરેશભાઈ ધીરજભાઈ પરમાર (રહે. ડીસા ભોપાનગર ત્રિકમવાડી)

અયાજ અબ્દુલભાઈ સિન્ધી (રહે. ભોપાનગર, કાફે મિલન હોટલ પાછળ, ડીસા)

નવીનભાઈ માવજીભાઈ મકવાણા (રહે. ડીસા ભોપાનગર ત્રિકમવાડી)

નવીભાઈ વાલાભાઈ મોચી (રહે. ડીસા ભોપાનગર ત્રિકમવાડી)

પોલીસે દરોડા દરમિયાન આરોપીઓની અંગજડતી તથા પટમાંથી કુલ રૂપિયા 12,410/- ની રોકડ રકમ અને ગંજીપાના જપ્ત કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર