રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 માર્ચ, 2026| Super Admin

ડીસાના એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યુ : જાનહાનિ ટળી

ડીસાના એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યુ : જાનહાનિ ટળી
ગટરનું સ્લેબ તૂટતા સર્જાયો અકસ્માત બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ​મળતી માહિતી મુજબ, બટાટા ભરીને જઈ રહેલું ટ્રેક્ટર જ્યારે એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોડની સાઈડમાં આવેલી ગટરનું સ્લેબ ટ્રેક્ટરના વજનના કારણે અચાનક બેસી ગયું હતું. સ્લેબ દબાતા ટ્રેક્ટરનું સંતુલન બગડ્યું હતું અને તે જોતજોતામાં બાજુમાં પલટી ખાઈ ગયું હતું. ​ટ્રેક્ટર પલટી મારતા બાજુમાં આવેલા એક ગલ્લા પર પડ્યું હતું, જેના કારણે ગલ્લાને નોંધપાત્ર નુકસાન થયું છે. અકસ્માતને પગલે રોડ પર બટાટાની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પડી હતી. અકસ્માત સમયે ગલ્લા પાસે કે ટ્રેક્ટરની બાજુમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ​સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગટરના નબળા સ્લેબને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.    

સંબંધિત સમાચાર