રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2025| Super Admin

2025 માટે ભાભરની છાત્રાની પસંદગી પ્રતિ વર્ષ વડાપ્રધાન દ્વારા કરાય છે પરીક્ષા પે ચર્ચા

2025 માટે ભાભરની છાત્રાની પસંદગી પ્રતિ વર્ષ વડાપ્રધાન દ્વારા કરાય છે પરીક્ષા પે ચર્ચા

ગૃપ ડિસ્કશનમાં સફળ થશે તો છાત્રા પરીક્ષા પે ચર્ચાના અંતિમ ચરણમાં દિલ્હી ખાતે લેશે ભાગ બનાસકાંઠાના શિક્ષણ માટે ગૌરવ ની ક્ષણ ગણી શકાય તેવી ઘટના માં "પરીક્ષા પે ચર્ચા"-2025 ના  ગ્રુપ ડિસ્કશનમાં "બનાસકાંઠાની વિદ્યાર્થીની ઠાકોર સોનલબેન દશરથ ભાઈ, મોડેલ સ્કૂલ, ભાભરનું સિલેક્શન થયું છે. જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, બનાસકાંઠા. અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન કાર્યક્રમ" પરીક્ષા પે ચર્ચા"નું પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી પરીક્ષા પે ચર્ચા- ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની આઠમી કડીરૂપે પરીક્ષા પે ચર્ચા -2025 આગામી સમયમાં યોજાનાર છે. આ કાર્યક્રમ ના "સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશન" માં મુંબઇ ખાતે ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બનાસકાંઠા ની સરકારી શાળાની વિદ્યાર્થિની ઠાકોર સોનલબેન દશરથભાઈ ની પસંદગી થયેલી છે. કુલ સાત સેશનમાં દેશભર માંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ થીમ પર ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેનાર છે. ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો આ વિદ્યાર્થીની "પરીક્ષા પે ચર્ચા "ના અંતિમ ચરણ માં દિલ્હી  ખાતે ના કાર્યક્રમ માં ભાગ લેવા જશે. બનાસકાંઠા જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરશે.

સંબંધિત સમાચાર