રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય19 જૂન, 2026| Super Admin

23 જૂને તેલંગાણાથી આગળ વધશે ચોમાસું, બિહાર-ઝારખંડમાં વીજળી પડતા 16 મોત, 8 રાજ્યોમાં પારો 40°C પાર

23 જૂને તેલંગાણાથી આગળ વધશે ચોમાસું, બિહાર-ઝારખંડમાં વીજળી પડતા 16 મોત, 8 રાજ્યોમાં પારો 40°C પાર

છેલ્લા ૧૧ દિવસથી તેલંગાણામાં અટવાયેલું ચોમાસું હવે ૨૩ જૂનથી આગળ વધવા માટે તૈયાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય ભારતમાં ચોમાસું લાવનારી નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી ૨૩ જૂન સુધીમાં ચોમાસું છત્તીસગઢ સુધી પહોંચી જશે. આ રાહતના સમાચાર વચ્ચે આકાશી આફતે ભારે તબાહી મચાવી છે. મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં કાળમુખી વીજળી પડવાના કારણે કુલ ૧૬ લોકોના કરુણ મોત નીપજ્યા છે. બિહારના વૈશાલી, નવાદા અને જમુઈમાં વીજળી પડવાથી ૫ લોકોના જીવ ગયા છે, જ્યારે નેપાળમાં ભારે વરસાદને કારણે કિશનગંજમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી તરફ, ઝારખંડના હજારીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં બે મહિલા અને એક માસૂમ બાળક સહિત ૮ લોકો વીજળીની ચપેટમાં આવી ગયા છે. આ તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના ૮ રાજ્યોમાં હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૪.૨ ડિગ્રી નોંધાયું છે, જ્યારે પ્રયાગરાજ, ખજુરાહો અને ગુજરાતના શહેરો પણ અસહ્ય ગરમીથી શેકાઈ રહ્યા છે. જો કે, નવી સિસ્ટમ સક્રિય થતાં જ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા અને ઝારખંડમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે.

સંબંધિત સમાચાર