રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જૂન, 2026| Super Admin

શિહોરી નજીક બે ટ્રેલર સામસામે અથડાયા, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ

શિહોરી નજીક બે ટ્રેલર સામસામે અથડાયા, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ

આશીર્વાદ હોટલ પાસે અકસ્માત બાદ વાહનોની લાંબી કતારો લાગી; પોલીસે દોડી આવી માંડ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો

કાંકરેજ તાલુકાના શિહોરી–થરા હાઇવે પર શિહોરી નજીક આવેલી આશીર્વાદ હોટલ પાસે બે ટ્રેલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને ટ્રેલર રોડની વચ્ચે જ ઉભા રહી જતા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ એક ટ્રેલર (નંબર આરજે-42જીએ-4305) કંડલા તરફથી આવી રહ્યું હતું, જ્યારે બીજું ટ્રેલર આશીર્વાદ હોટલ તરફથી નીકળી કંડલા તરફ જવા માટે આગળ વધી રહ્યું હતું. આશીર્વાદ હોટલથી થોડે આગળ બંને વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેથી હાઇવે પર ટ્રેલરો સહિત નાના અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં શિહોરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરીને માર્ગ પરનો વાહન વ્યવહાર માંડ પુનઃ શરૂ કરાવવા કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે બંને ટ્રેલરોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર