રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં ધોળે દહાડે સ્ટ્રીટ લાઈટો ચાલું:તંત્ર સામે ઉઠ્યા સવાલ

પાલનપુરમાં ધોળે દહાડે સ્ટ્રીટ લાઈટો ચાલું:તંત્ર સામે ઉઠ્યા સવાલ

પાલનપુર શહેરમાં તંત્રની બેદરકારી કે અણઆવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાલનપુર-ડીસા હાઇવે પર દિવસ દરમિયાન જ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મળતી માહિતી મુજબ પાલનપુર- ડીસા હાઇવે પર આવેલા દેવપુરા બ્રિજ ઉપર ધોળે દહાડે સ્ટ્રીટ લાઈટો ઝળહળતી જોવા મળી હતી. માત્ર બ્રિજ ઉપર જ નહીં પરંતુ બ્રિજની નીચે બંને બાજુ આવેલા સર્વિસ રોડ પરના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ હાલતમાં જોવા મળી હતી.

એક તરફ વીજળી બચાવવા અને ઊર્જા સંરક્ષણ અંગે સરકાર દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.સ્થાનિકોના મતે આવી બેદરકારી ના કારણે વીજળીનો બિનજરૂરી વપરાશ થાય છે તેમજ સરકારી ખર્ચમાં પણ વધારો થાય છે. જવાબદાર વિભાગ દ્વારા સમયસર દેખરેખ રાખી આવી ખામીઓ દૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ટેગ્સ:#Palanpur#Administration

સંબંધિત સમાચાર