રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા19 જૂન, 2026| Super Admin

કડીમાં કરોડોની લાલચ ભારે પડી: ઓપ્શન ટ્રેડિંગના નામે વેપારી સાથે ₹17 લાખની ઠગાઈ

કડીમાં કરોડોની લાલચ ભારે પડી: ઓપ્શન ટ્રેડિંગના નામે વેપારી સાથે ₹17 લાખની ઠગાઈ

શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો કમાવવાની ઘેલછા ક્યારેક આર્થિક બરબાદી તરફ દોરી જાય છે. આવો જ એક કિસ્સો કડીમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સ્થાનિક વેપારી ઓનલાઈન સાયબર ક્રિમિનલ્સની જાળમાં ફસાઈને ₹17 લાખથી વધુની રકમ ગુમાવી બેઠા છે. મુંબઈની એક બનાવટી ટ્રેડિંગ કંપનીના નામે ઠગાઈ કરનારા શખ્સો વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કડી સ્થિત ધરતી સિટી નજીક ઉમિયા સોસાયટીના રહીશ અને ઊંઝાના સરદાર ચોકમાં 'મુનલાઇટ' નામથી ઇલેક્ટ્રિકલ સ્ટોર ચલાવતા 42 વર્ષીય લોમેશભાઇ અમૃતભાઈ પટેલ આ ઓનલાઈન ઠગાઈનો શિકાર બન્યા છે. થોડા સમય અગાઉ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય મુંબઈ સ્થિત 'સ્પાર્ટન ટ્રેડિંગ કંપની'ના મેનેજર 'અમનભાઈ' તરીકે આપ્યો હતો. તેણે લોમેશભાઈને ઓપ્શન ટ્રેડિંગમાં 100 ટકા નફાકારક ટીપ્સ આપવાનો દાવો કરી તેમને એક વોટ્સએપ ગ્રુપમાં જોડી દીધા હતા. શરૂઆતમાં ગઠિયાઓની ટિપ્સથી ટ્રેડિંગ કરતા વેપારીને પહેલા જ અઠવાડિયે ₹6 લાખનો જંગી નફો થતાં તેમનો વિશ્વાસ મજબૂત થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીના કથિત ઉચ્ચ અધિકારી 'સુરજભાઈ'એ પણ લોમેશભાઈનો સંપર્ક કર્યો અને વધુ નફો રળવાની લોભામણી સ્કીમો સમજાવી.

થોડા દિવસો બાદ ટ્રેડિંગમાં નુકસાની જવા લાગી. જ્યારે વેપારીએ આ અંગે સુરજભાઈને વાત કરી, ત્યારે આ ભેજાબાજ સાયબર ગઠિયાએ બહાનું કાઢ્યું કે તેમના IIFL ડીમેટ ખાતામાં બ્રોકરેજ ચાર્જ ખૂબ ઊંચો કપાઈ રહ્યો છે, જેના લીધે નુકસાન થાય છે. તેણે ચાલાકીથી વેપારીને ભોળવીને કહ્યું કે જો તેઓ સીધા કંપનીના સેબી (SEBI) રજિસ્ટર્ડ' બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવશે તો બ્રોકરેજ બચાવી શકાશે. નુકસાનની ભરપાઈ કરવાની ઉતાવળમાં વેપારીએ 1 એપ્રિલ 2025 થી 23 જૂન 2025 ની વચ્ચે પોતાના પરિવારના ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી ઓનલાઈન UPI અને બેંક ટ્રાન્સફર મારફતે કુલ ₹17,00,804 ની રકમ ગઠિયાઓએ આપેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી.

આટલી મોટી રકમ પડાવ્યા પછી પણ સાયબર ઠગબાજો વધુ પૈસાની માંગણી કરતા રહ્યા અને એપ્લિકેશનમાં નુકસાન જ દેખાડતા રહ્યા. આખરે પોતાની સાથે મોટો ફ્રોડ થયો હોવાનું સમજાતા લોમેશભાઈએ તુરંત કેન્દ્રીય સાયબર હેલ્પલાઇન નંબર  1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ અરજી કડી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં કડી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે વોટ્સએપ નંબર વાપરનારા (અમનભાઈ અને સુરજભાઈ) તેમજ જે ICICI અને SBI બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તે તમામ ખાતાધારકો વિરુદ્ધ આયોજનબદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી છે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર