પાલનપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર ગાંધીધામના આરોપીને 20 વર્ષની સજા અને 50000 નો દંડ: પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી ફોસલાવીને ગાંધીધામ ખાતે રહેતા હુસેન રહીમ અબ્બાસ ભાઈ મોવર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા આરોપી હુસેન મોવરને 20 વર્ષની સખત કેદની સજા અને 50000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં રહેતી સગીરાનું મામાનું ઘર ગાંધીધામ ખાતે હોઈ સગીરા અવારનવાર પોતાના મામાના ઘરે જતી હતી. જ્યાં તેનો સંપર્ક હુસેન મોવર નામના શખ્સ સાથે થયો હતો જોકે સમગ્ર બાબતે સગીરાની માતાને જાણ થતા સગીરાને પાલનપુર ખાતે લાવી હતી ત્યારબાદ ગત 10 ડિસેમ્બર 2022 ના આરોપી હુસેન મુવર આ સગીરાને પાલનપુર ખાતેથી ભગાડી ગયો હતો. જે સમગ્ર મામલે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોકસો કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં સરકારી વકીલ જશુભાઈ પટેલની ધારદાર રજૂઆત અને સંયોગીક પુરાવાના આધારે પાલનપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ દ્વારા આજરોજ આરોપી હુસેન મોવરને 20 વર્ષની સખત કેદની સજા અને 50000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
2 દિવસ પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
4 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
5 દિવસ પહેલા
