રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 જુલાઈ, 2025| Super Admin

પાટણ શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ શહેરીજનોની હાલત કફોડી બની

પાટણ શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ શહેરીજનોની હાલત કફોડી બની
એસટી ડેપો તળાવમાં ફેરવાયો : તો રેલવેના બંને નાળામાં પાણી ભરાયા : લીલીવાડી અને સુદામા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા પાટણ શહેરમાં સામાન્ય વરસાદ મા પણ શહેરીજનોની હાલત કફોડી બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શુકવારે સાજે 4 થી 6 ના સમયે પડેલા સામાન્ય વરસાદ મા રેલવે નું પ્રથમ ગરનાળુ પાણીમાં ગરક બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતાં. તો રેલવે ના બીજા ગરનાળા મા પણ વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો ના વાહનો બંધ પડયાં હતા. જયારે શહેરના ગાયત્રી મંદિર વિસ્તારની આજુબાજુ ની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાતા વિસ્તારના રહીશોને પણ અનેક યાતનાઓ ભોગવવી પડી રહી હતી. શહેરના નવા એસ.ટી સ્ટેન્ડની પણ હાલત સામાન્ય પડેલા વરસાદમાં કફોડી બનતા અને એસટી સ્ટેન્ડની અંદર જ ઠેર ઠેર મસમોટા પડેલા ખાડાઓમાં વરસાદના પાણી ભરાતા તળાવ જેવો નજારો સજૉયો હતો જેના કારણે મુસાફર જનતા સહિત એસટી ના કમૅચારીઓની હાલત પણ કફોડી બનેલી જોવા મળી હતી. તો શહેરના પાટણ- ચાણસ્મા હાઈવે પરની લીલીવાડી અને સુદામા ચોકડી વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ચાલુ વરસાદે પોલીસ તંત્રને ટ્રાફિક નિયમન માટે કમર કસવી પડી હતી. ચોમાસા પહેલા પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ પણ પાટણમાં પડેલા સામાન્ય વરસાદ મા ઠેર ઠેર ભરાતા વરસાદી પાણી ના કારણે ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આગામી દિવસોમાં હવામાન વિભાગે કરેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સહિત પાલિકા તંત્ર સચેત બને તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર