રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 ડિસેમ્બર, 2024| Super Admin

આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે

આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ "આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ - ૨૦૨૪નું આયોજન કરાયું હતું. તા.૨૮ નવેમ્બર ૨૦૨૪થી ઉમરગામ, વલસાડથી શરૂ થયેલા આદિવાસી અમૃત્તકુંભ રથયાત્રાનું સમાપન આગામી તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંબાજી ખાતે કરાશે. આગામી તા.૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ બે દિવસીય આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ, અંબાજી ખાતે કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સબંધિત અધિકારીઓ સાથે  બેઠક યોજાઇ હતી. 

બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સરકારની માર્ગદર્શિકા મુજબ સમગ્ર કામગીરીનું આયોજન કરાશે જેમાં તા.૧૦ ડિસેમ્બરના રોજ ઇનોગ્રેશન કાર્યક્રમ, સેમિનાર, લાભાર્થીઓને લાભોનું વિતરણ, પ્રદર્શન, ઉદ્દઘાટન અને નિદર્શન તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. સેમિનાર સત્ર અંતર્ગત લોકોને જનજાતિ ગૌરવ દિવસ અંતર્ગત માહિતી, ડેરી ટેકનોલોજી, સ્કીલ ટ્રેનિંગ ફોર ટ્રાઈબલ યુથ, નેચરલ ફાર્મિંગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે ૧૧ ડિસેમ્બરના રોજ બિરસા મુંડાનું જીવન અને યોગદાન, સિકલ સેલ અને એનિમિયા રોગ અંગે જાગૃતિ, રમત ગમત અને  સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪"નું સમાપન કરાશે.

ટેગ્સ:#Ambaji#program#closing

સંબંધિત સમાચાર