રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા19 મે, 2025| Super Admin

ડીસા-આખોલ હાઈવે પર અકસ્માત બાઇકને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર; બેના મોત

ડીસા-આખોલ હાઈવે પર અકસ્માત બાઇકને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર; બેના મોત
બે યુવાનના અકાળે મોતથી આખોલ ગામમાં શોકનો માહોલ; ડીસા-આખોલ હાઈવે પર ગત રાત્રિના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા આખોલ ગામના બે યુવાન બાદરસિંહ દરબાર અને જગુભા દરબારનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ખાસ કરીને આખોલ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ડીસા-આખોલ રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે બાઈક પર સવાર બાદરસિંહ અને જગુભા દરબારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક બાદરસિંહ અને જગુભા બંનેની ઉંમર ઘણી નાની હોવાથી આખોલ ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. બે યુવાન જિંદગીઓના અકાળે અંતથી પરિવારજનો અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. માર્ગ સલામતી મુદ્દે સવાલો; અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ ચલાવી રહી છે. ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સંબંધિત સમાચાર