રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા6 માર્ચ, 2025| Super Admin

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ પદનું સસ્પેન્સ ખુલ્યું પૂર્વ પ્રમુખ ગિરીશ રાજગોર રિપીટ થયાં

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ પદનું સસ્પેન્સ ખુલ્યું પૂર્વ પ્રમુખ ગિરીશ રાજગોર રિપીટ થયાં
પ્રમુખ પદે તક ન મળતા દાવેદારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ; છેલ્લા કેટલાય સમયથી મહેસાણા જિલ્લા ભાજપની બોડીને લઈને આખા જિલ્લામાં અનેક અટકલો ચાલી રહી હતી. જેનો આજે જાણે કે સુખદ અંત આવ્યો હોય એમ અચાનક જ ભાજપ જિલ્લા પ્રમુખ પદ માટે નો રિપીટ થિયેરી વચ્ચે પણ ભાજપના મોવડી મંડળે જિલ્લા પ્રમુખ પદે રિપીટ થિયેરીનો ઉપયોગ કરીને પૂર્વ પ્રમુખ ગિરીશ રાજગોરને ફરીથી રિપીટ કરી જિલ્લા પ્રમુખ પદે નિમણૂક કરતા પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ક્યાંક આનંદ તો ક્યાંક બળાપો વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે. પક્ષના કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખ પદે ગિરીશ રાજગોરને પુનઃ પ્રસ્થાપિત કરતા હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા ભાજપ પ્રમુખ પદે બિરાજવા માટે પક્ષના કેટલાય કદાવર નેતાઓએ દાવેદારી નોંધાવી હતી અને પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી કે પોતાને જ ભાજપના જીલા પ્રમુખનું પદ મળી જશે પરંતુ અગાઉની ટર્મ પુરી ન થતાં ફરીથી ગિરીશ રાજગોરને જ જિલ્લા પ્રમુખ પદનું સુકાન સાંભળવાની તક આપવામાં આવી છે. જેના લીધે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં અચરજ પમાડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કે દાવેદારી નોંધાવનારા જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાઓને તક ન મળતા નિરાશાજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. પક્ષ પ્રત્યેની એક જવાબદારીના ભાગરૂપે મોવડી મંડળના નિર્ણયને સ્વીકારી નિરાશ થયેલા ઉમેદવારોએ ગિરીશ રાજગોરને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહત્વની બેઠકમાં પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયા, વર્ષઆબેન દોશી, ભરત ડાંગર સહિત સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. અધૂરી ટર્મના લીધે ભાજપના જિલ્લા પ્રમુખ પદે પુનઃ નિમાયેલાં ગિરીશ રાજગોર આ ટર્મમાં સુશાસન પદ્ધતિથી પક્ષને મજબૂત બનાવવામાં સફળ થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે કે પછી કોથળા માંથી બિલાડુ કાઢવાની ભાજપની નીતિ સામે મહેસાણા જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આંતરિક બળવો પોકારવામાં આવશે???

સંબંધિત સમાચાર