રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા3 એપ્રિલ, 2025| Super Admin

લાઇસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે આકસ્મિક ચેકિંગ

મહેસાણા શહેર અને જિલ્લામાં લાઇસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના આદેશ બાદ ફાયર, પોલીસ અને મામલતદાર સહિતની ટીમે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિક કલેક્ટરએ જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને બે દિવસમાં તપાસ રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે મહેસાણા એસઓજી, એ ડિવિઝન પોલીસ, ફાયર અને મામલતદારની ટીમે શહેર સહિત તાલુકામાં 10 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન શહેરમાં ત્રણ દુકાનોનો પરવાનો 31 માર્ચના રોજ પૂરો થયો હોવાનું જણાયું છે. આ દુકાનોમાં સોનલ ફટાકડા, જય બહુચર ફટાકડા અને સાંઈ ફટાકડાનો સમાવેશ થાય છે. તંત્રએ આ ત્રણેય દુકાનો અને નુગર ગામે આવેલા એક ગોડાઉનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. નવા પરવાના મળે ત્યાં સુધી આ દુકાનો બંધ રહેશે.સિઝનલ ધોરણે ફટાકડાનો વેપાર કરતી ત્રણ દુકાનો પહેલેથી જ બંધ છે. પાલોદર, પાંચોટ અને હનુમંત હેડુવામાં આવેલા ફટાકડાના ગોડાઉન ફાયર સેફ્ટી અને લાયસન્સ સહિતના તમામ નિયમોનું પાલન કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર