મહેસાણા-વિસનગર હાઈવે પર આવેલા દેલા પાટીયા નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક પિકઅપ ડાલાએ એક્ટિવા પર જઈ રહેલા ભાઈ-બહેનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર માસૂમ વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત ભાઈને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોઢું ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





