વિસનગર-મહેસાણા હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં સાયકલસવાર આધેડનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુરઝડપે આવી રહેલી અર્ટિકા કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા સાયકલ સવાર આધેડને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
વિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
3 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
