રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા24 મે, 2025| Super Admin

કડીમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત

કડીમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત
વયનિવૃત્તિના 10 દિવસ પહેલા જ દુનિયામાંથી અલવિદા થયા; મહેસાણા જિલ્લાના કડીના એસટી ડેપોમાં ફરજ બજાવતા બસ ડ્રાઈવરનું હૃદયરોગના હુમલાથી મોત થતાં એસટી વિભાગ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કડી એસટી ડેપોના ડ્રાઈવર બાબુજી વિસાજી ઠાકરડા ઉં.વ.58નું ગુરુવારે બપોરે સાણંદથી કડી તરફ બસ લઈને આવી રહ્યા હતા. ત્યારે ચાલુ બસમાં હૃદયરોગના હુમલા થયો હતો તે સમયે મેડા આદરજ ગામ પાસે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સમય સુચકતા વાપરીને બસ ડ્રાઈવર બાબુજી ઠાકરડાએ તરત જ બસને ડિવાઈડર પાસે ઊભી રાખી હતી. જે બસમાં લગભગ 15 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા જેમાં સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા થઈ ન હતી. મુળ થોળ ગામના વતની બાબુજી વિસાજી ઠાકરડા કે જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કદી ડેપોમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. જેમની 58 વર્ષની ઉંમર થઈ જતાં તેમની વયનિવૃત્તિ થવાના 10 દિવસ જ બાકી રહ્યાં હતાં જ્યારે બાદ તેઓ બસ ડ્રાઈવરની સરકારી નોકરી પરથી કાયમી ધોરણે રીટાયર થવાના હતા પણ તે પહેલા જ કુદરતને ગમ્યું તે ખરું વયનિવૃત્તિ પહેલા કુદરતે બાબુજીને જીવનથી નિવૃત કરી દેતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વયનિવૃત્તિના 10 દિવસ પહેલા જ ભારે ગરમીના લીધે ચાલુ બસમાં છાતીમાં દુખાવો થતાં બસ કંડકટરે સમય રહેતા બાબુજીને ખાનગી વાહન મારફતે કંડક્ટરે તાત્કાલિક બાબુજીને મેડા આદરજના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે  એમ્બ્યુલન્સ દ્વારા બાબુજીને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.જે સમાચાર મળ્યા બાદ કડી એસટી ડેપોના કર્મચારીઓ અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. દુઃખદ બાબત એ છે કે બાબુજી 31 મેના રોજ નોકરીમાંથી વયનિવૃત્ત થવાના હતા. પરંતુ રિટાયરમેન્ટના માત્ર 10 દિવસ પહેલા જ તેમનું અકાળે અવસાન થયું છે જેના કારણે બાબુજી ઠાકરડાના પરિવાર સહિત એસટી વિભાગમાં દુઃખ સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સંબંધિત સમાચાર