રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા6 નવેમ્બર, 2025| Super Admin

ઊંઝાની ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયા : અંદાજીત રૂ.૪૦ હજારની ચોરી થઈ

ઊંઝાની ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયા : અંદાજીત રૂ.૪૦ હજારની ચોરી થઈ
ચાર દુકાનોની મળી અંદાજીત રૂ ચાલીશ હજાર રોકડ રકમની ચોરી ઊંઝા શહેરમાં ગઈ રાત્રિના તસ્કરોએ સ્ટેશન રોડ પર આવેલી ત્રણ મેડીકલ અને એક કરિયાણાની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનના તાળાઓ તોડી અંદર પ્રવેશ કરી વિવિધ દુકાનોની મળી અંદાજીત રૂ ચાલીશ હજારની પરચૂરણની ચોરી કરી લઈ જતા તળખાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ ત્રણ મેડિકલ સ્ટોર અને એક કરિયાણાની દુકાનોમાં ચોર ટોળકી ત્રાટકી હતી. જે પૈકી અંબિકા મેડીકલમાંથી અંદાજિત ચાર હજાર આસપાસ પરચૂરણ તેમજ જયંતીભાઈ શંકરભાઈ નામની કરિયાણાની દુકાનમાંથી તેલ રાણી સિંગતેલના એક લિટરના પાંચ બોટલ, ગોળ કિલો કાર્ટૂન નંગ 18 તેમજ ચાર હજાર પરચુરણ લઈ ગયા હતા. આ ઉપરાંત સેજલ મેડિકલ માંથી પણ ચાર હજાર આસપાસ પરચૂરણની ચોરી થવા પામી છે જ્યારે મહેતા દવાવાળાની મેડિકલમાંથી બે હજાર પરચુરણ સહિત 28 હજારની રોકડ રકમની ચોરી થવા પામી છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર