રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા; સામાજિક પ્રસંગમાં ગયેલા શિક્ષકના મકાનમાં તસ્કરોનો હાથફેરો, 1.48 લાખની ચોરી

ધાનેરા; સામાજિક પ્રસંગમાં ગયેલા શિક્ષકના મકાનમાં તસ્કરોનો હાથફેરો, 1.48 લાખની ચોરી

ધાનેરા શહેરમાં ચોરીનીઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શિક્ષક એક સામાજિક પ્રસંગ માટે પરિવાર સાથે બહાર ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરટોળકીએ મકાનમાંથી સોનાની બુટ્ટી, કાનશેર, ડોકિયું, લેપટોપ અને રોકડ રકમ મળી કુલ આશરે 1.48 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી છે. શિક્ષકે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ખંગાળી રહી છે. વર્તમાન સમયમાં વેકેશન અને લગ્ન સીઝનની સાથે તસ્કર ગેંગોની સક્રિયતા વધી છે, જેને લઈને નાગરિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. આ ઘટના પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા કરે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આવા દુઃસાહસિક બનાવોને અટકાવવા માટે પોલીસે વિસ્તારમાં વધુ સતર્કતા અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારવું જરૂરી છે. સ્થાનિક પોલીસ ખાતાએ તસ્કરોને ઝડપવા માટે તટસ્થ તપાસનો વિશ્વાસ આપ્યો છે અને ટૂંક સમયમાં જ ગુનાખોરોને પકડવા માટે સઘન કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

સંબંધિત સમાચાર