રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જૂન, 2026| Super Admin

વડનગરમાં SMCની લાલ આંખ: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, PSI સસ્પેન્ડ અને બે કર્મીઓની હેડ ક્વાર્ટર બદલી

વડનગરમાં SMCની લાલ આંખ: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, PSI સસ્પેન્ડ અને બે કર્મીઓની હેડ ક્વાર્ટર બદલી

વડનગર પંથકમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્ફળતા સામે આવતા મહેસાણાના એસપી (SP) હિમાંશુ સોલંકીએ આકરાં પગલાં લીધા છે. જેમાં વડનગરના પીએસઆઈ (PSI)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે પોલીસકર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાતા સમગ્ર મહેસાણા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMCની ટીમે સતત બે દિવસ સુધી વડનગર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. આ દરમિયાન ટીમે સુલ્તાનપુરા, વલાસના અને વડનગરના અન્ય વિસ્તારોમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના કાળા કારોબાર પર તવાઈ બોલાવી હતી. આ મેગા ઓપરેશનમાં ₹૩ લાખથી વધુની કિંમતનો ગેરકાયદે વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય સ્થળોએ પાડેલા દરોડામાં દેશી દારૂ, દારૂ ગાળવાનો હજારો લિટર કાચો વોશ, સડેલો ગોળ, ભઠ્ઠી ચલાવવાના સાધનો, ઇલેક્ટ્રિક મોટર્સ અને શિફ્ટ કાર તથા એક્ટિવા જેવા વાહનો મળીને કુલ *₹૭,૧૦,૦૦૦નો જંગી મુદ્દામાલ* કબજે કરવામાં આવ્યો છે.

એસએમસી દ્વારા મુખ્યત્વે 3 અલગ-અલગ સ્થળોએ સઘન રેડ હાથ ધરવામાં આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો ભલાજી ઠાકોર, અમરતજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર અને ભરતજી ઠાકોર તેમજ વિસનગર સ્થિત શિવ શક્તિ ટ્રેડર્સના સંચાલક સહિત કુલ 22 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ચાર અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે અમુક આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે ભૂગર્ભમાં ઉતરી ગયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા આટલા મોટા દારૂના નેટવર્કનો પર્દાફાશ થતાં ઉચ્ચ કક્ષાએથી લેવાયેલા આ પગલાં ચર્ચાનો વિષય બન્યા છે.

 

સંબંધિત સમાચાર