પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ 7 વર્ષ થયેલ એમ.ડી.આર./ઓ.ડી.આર. ને સમતલ કરવા અંતર્ગત સિઘ્ઘપુર - ખેરાલુ રોડ ઉપર ખળી ચાર રસ્તા ઉપર આવેલ એલ.સી. નં. 191 ખાતે વઘારાના સર્વિસ રોડની કામગીરી માટે સરકાર દ્વારા તા.9 જાન્યુઆરી 2024 ના પત્રથી રૂ.731 લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં એલ.સી. નં.191 ખાતે વઘારાના સર્વિસ રોડની કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારદાર શ્રી અર્બુદા કન્સટ્રકશનને તા.13 ડિસેમ્બર 2025 થી વર્ક ઓર્ડર એનાયત કરવામા આવેલ છે. સદર કામગીરીમા હાલમા પ્રોટેક્શન વોલની કામગીરી પ્રગતિમાં છે. આમ, ઇજારદાર દ્વારા સદર કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે જે તા. 12 જુન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.આ રસ્તાના નિર્માણથી સુરક્ષિત મુસાફરી,રસ્તાની સારી સપાટી અને મજબૂતીકરણને કારણે અકસ્માતોનું જોખમ ઘટશે.રસ્તાના વિકાસથી વેપાર અને વાણિજ્યમાં વધારો થશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને લાભ થશે.રસ્તાના નિર્માણ અને જાળવણી દરમિયાન રોજગારીની તકો ઊભી થશે,રસ્તાની સારી સપાટીને કારણે મુસાફરીનો સમય બચશે અને ઇંધણનો વપરાશ પણ ઘટશે,રસ્તાના વિકાસથી સ્થાનિક લોકોને શિક્ષણ,આરોગ્ય અને અન્ય સુવિધાઓની વધુ સારી પહોંચ મળશે.
પાટણના સિદ્ધપુર-ખેરાલુ રોડ પર રૂ.731 લાખના ખર્ચે હાથ ધરાયેલ સર્વિસ રોડની કામગીરી પૂરજોશમાં

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
15 કલાક પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
