રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 જુલાઈ, 2025| Super Admin

પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર - અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા

પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર - અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા

વિસ્તારના દબાણો, રખડતા ઢોરોની સમસ્યા સાથે ગંદકી સહિતની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર અપાયું. પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર - અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો શનિવારે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને વિસ્તારના દબાણો, રખડતા ઢોરોની સમસ્યા સાથે ગંદકી સહિતની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોજે શહેર પાટણમાં કનસડા દરવાજા બહાર નૅશનલ હાઈવે નંબર-૬૮ ની આજુબાજુમાં અનાવાડા તથા રોટરીનગરથી ઓઢવા જવાના માર્ગ ઉપર જુની ગામ પાદરની જગ્યાએ તથા તેની આજુબાજુ કેટલાક લોકોએ ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરી બિનઅધિકૃત મકાનો બનાવી પોતાના મકાન આગળ જ પોતાના  ઢોર-ઢાખરો છુટા રાખી રસ્તા પર દબાણ કરી જાહેર જનતાની સુખાકારી તથા મૂળભૂત અધિકારોને નુકશાન થાય તે રીતે કાયમી દબાણ કરી રહ્યા છે અને જેના કારણે  આજુબાજુના રહીશોને ઘણી પારાવાર મુશ્કેલીઓ પડે છે તેમજ વાહનો લાવવા-લઈ જવામાં તેમજ પગપાળા અવર- જવર કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે અને ઘણી વખત આ છુટા રખડતા ઢોરોના ત્રાસનો ભોગ લોકોને બનવુ પડે છે. ચોમાસા દરમ્યાન આ ઢોરોના મળમૂત્રના કારણે ખુબ જ ગંદકી થાય છે અને ઉકરડા પણ આજુબાજુમાં કરતા હોવાના કારણે ચોમાસામાં ઘણી જ ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ અંગે અગાઉ સ્વાગત ફરીયાદમાં પણ રજૂઆત કરેલ હોય પરંતુ તેનો આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી.ત્યારે ઉપરોક્ત સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારના રહીશોની રજુઆત પગલે કલેકટર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા માટે હૈયાધારણા આપી હતી.

સંબંધિત સમાચાર