રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

પાલનપુરના ગણેશપુરામાં તંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા રહીશોની કલેકટરને રજૂઆત

પાલનપુરના ગણેશપુરામાં તંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા રહીશોની કલેકટરને રજૂઆત
રહેવા માટેની વ્યવસ્થા કરો નહીં તો કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી તંત્ર દ્વારા નવ જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા; પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર સામે સીટી સર્વે કચેરી દ્વારા પોલીસ અને નગરપાલિકાની ટિમ દ્વારા આઠથી નવ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેથી બેઘર થયેલા લોકોએ બીજા દિવસે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરીને તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર ગણેશપુરા વિસ્તાર બહુચર માતાના મંદિર સામે દબાણમાં આવેલા આઠથી નવ મકાનો સીટી સર્વે કચેરી દ્વારા જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતાં. અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના પગલે મકાનોમાં રહેતા પરિવારો બેઘર થઈ ગયા હતા. અને તમામ રહીશો બીજા દિવસે બુધવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે અમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે. જેથી કલેક્ટર દ્વારા પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે અમારા અહીં આઠથી નવ મકાનો હતા પણ અચાનક નોટિસ આપ્યા વગર જ મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. તેવા આક્ષેપો કર્યા હતાં. જેના કારણે અમો રસ્તા ઉપર આવી ગયા છીએ અમારે ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી. જેથી અમે કલેકટર જોડે આવી અમારી રહેવાની વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. અને ત્રણ દિવસમાં અમારી માગણી પૂરી કરે અને જો ત્રણ દિવસમાં અમને હકારાત્મક જવાબ આપવામાં નહિ આવે અને અમારા રહેઠાણ માટેની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો તમામ રહીશો કલેકટર કચેરીમાં આવી ભૂખ હડતાલ ઉપર બેસી અથવા તંબુ તાણીને બેસી જઈશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર