રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

લોભામણી લાલચો આપતી મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો બંધ કરવાની રજૂઆત

લોભામણી લાલચો આપતી મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો બંધ કરવાની રજૂઆત
મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમમા દેવું થઇ જતા યુવકે તાજેતરમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું  આર્થિક કટોકટીમાં મુકાયેલા મૃતકના પરિવારને સહાય ચૂકવવાની માંગ કરાઇ આજનું યુવાધન મોબાઈલમાં ઓનલાઇન ગેમો રમીને પાયમાલ બની રહ્યું છે. જેમાં તાજેતરમાં એક યુવકને આ ગેમો રમતા લાખો રૂપિયાનું દેવું થઇ જતા તેણે આપઘાત કરી લીધો હતો. જેને લઇ આ ગેમો પાછળ અન્ય યુવાનો આર્થિક રીતે બરબાદ થતા અટકે તે માટે મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો પર પ્રતિબંધ મુકવા માટે મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આજના મોબાઈલ યુગમાં રાતોરાત લખપતિ થઇ જવાની લાલચમાં યુવાધન ઓનલાઇન ગેમો પાછળ આંધળું બનીને લાખો રૂપિયા ગુમાવી રહ્યું છે જેમાં આ ગેમના રવાડે ચડેલા વડગામ તાલુકાના ભરકાવાડા ગામના ગરીબ પરિવારના મનુભાઇ પચાણભાઈ મેતીયા નામનો યુવક આ ઓનલાઇન ગેમ રમતા તેને લાખો રૂપિયાનું દેવું થઇ જતા આર્થિક ભીંસમાં મુકાયેલા આ યુવકે આખરે આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.જો કે ગેમ મેકરો લોભામણી લાલચો આપીને યુવાધનને ગેમોના રવાડે ચડાવી રહ્યા છે જેને લઇ અનેક યુવાનો બરબાદીના પંથે ધકેલાઇ રહ્યા હોઇ સરકાર દ્વારા મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો પર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા પત્ર લખીને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાય આપવામાં આવે તે માટે માંગ કરવામા આવી છે.      

સંબંધિત સમાચાર