ભાભરના મીઠા ગામે તમાકુની બનાવટ વેચતા લારી-ગલ્લા અને પાર્લરમાં આકસ્મિક તપાસ

કુવાળા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા દંડ વસૂલાયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારીની સુચના અન્વયે ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડો.એચ .આર. ઠાકોરના માર્ગ દર્શન હેઠળ પ્રા. આ. કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો પિયુષભાઇ વ્યાસ,આયુષ મેડિકલ ઓફિસર ડો .નિકિતા પોરાણીયા, આરબીએસકે ડો. કિરણભાઈ રાજપૂત તેમજ સુપરવાઈઝર ભીખાભાઇ પરમાર દ્વારા પ્રા.આ.કે. કુવાળાના ગામ મીઠા ખાતે આજે તા.17/11/2025 ના રોજ ‘’વિશ્વ તમાકુ નિષેધ ‘’નું સંપૂર્ણ અમલીકરણ થાય તે હેતુથી મીઠા ગામમાં તમાકુની પ્રોડેક્ટ વેચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર દુકાનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં કોટપા એક્ટની કલમ - 6 અ અને 6 બ હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારી -દુકાનદાર સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એમ.પી.એચ.ડબલ્યુ. લાખાભાઇ દેસાઈ, વિજયભાઈ કાળા અને સી.એચ.ઓ. મહેશભાઈ ઠાકોર, પોલીસ સ્ટાફ અજીતભાઈ ચૌધરી, અરુણાબેન રાંણવા કામગીરીમાં જોડાઈ કુલ મળીને રૂ. 1100 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. તથા આરોગ્ય વિભાગના સહયોગથી લારી, ગલ્લા, હોટલોને સ્વછતા જાળવવા સૂચના આપવામા આવી હતી.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
2 દિવસ પહેલા
