રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 એપ્રિલ, 2026| Super Admin

લાખણીના રામનગરને પાણીની પીડામાંથી મુક્તિ : વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો

લાખણીના રામનગરને પાણીની પીડામાંથી મુક્તિ : વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો

લાખણીના રામનગર વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની તંગી હતી. ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે સરપંચ સુરેશભાઈ પટેલ અને ટીમની મહેનત રંગ લાવી છે.ગામના યુવા સરપંચ સુરેશભાઈ પટેલે ચમનભાઈ માજીરાણા, નાથાભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર અને કાંતિભાઈ પરમાર સહિતની ટીમ સાથે સતત મહેનત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો.

આગથળા પાણી પુરવઠા પ્લાન્ટમાંથી લાખણી પાણી પુરવઠા દ્વારા કનેક્શન મેળવી રામનગરમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે હવે લોકોને નિયમિત પાણી મળશે.નર્મદાનું પાણી આવતાં ગામમાં ખુશી છવાઈ ગઈ હતી. નાની બાળાઓ દ્વારા સામૈયા કરીને પુષ્પ પાંખડીથી નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ સરપંચ સુરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર