રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા31 મે, 2025| Super Admin

મહેસાણામાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગનો ખુલાસો" થીમ પર રેલીનું આયોજન

મહેસાણામાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગનો ખુલાસો" થીમ પર રેલીનું આયોજન

મહેસાણા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ 31 મે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૫' ની ઉજવણી નિમિત્તે મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રિકટ ટોબેકો કટ્રોલ સેલ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ "Unmasking the Appeal :તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધોગ યુક્તિઓનો ખુલાસો છે." ની થીમ પર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તાલુકા હેલ્થ કચેરીથી પ્રસ્થાન થઈ તોરણવાળી સુધી નીકળી હતી. ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરીમાં વર્કશોપનું આયોજન કરાયું હતું. ઇ.એમ.ઓ દ્વારા "તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગનો ખુલાસો" થીમ પર તમાકુના ઉદ્યોગ કઇ રીતે લોકોને વ્યસન તરફ વાળવા માટે પ્રવૃત્તિ કરે છે. તમાકુ પ્રોડકટના વેચાણ માટે અલગ અલગ ફ્લેવર, ફિલ્મ સ્ટાર તથા માર્કટીંગ દ્વારા ઉપયોગ કરે છે તેના પર ભાર આપીને એ તરફ ન વળવા સમજાવવામાં આવ્યું હતું. સી.ડી.એચ.ઓ તમાકુના વ્યસનથી તથા તમાકુના ઉધોગોથી મહિલા, પુરુષો બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે માટે ખૂબ સરળ શૈલીમાં ઉપસ્થિત દરેક સ્ટાફને સમજાવ્યું હતુ. તે સિવાય એસ.બી.સી.સી ટીમ ને આરોગ્ય શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરવા સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમાકુ છોડવા અને છોડાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ, ઇ.એમ.ઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર દ્વારા રેલીને પ્રસ્થાન કરાવેલ રેલીમાં આરોગ્ય કર્મીઓ જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, એફ.એચ.ડબલ્યુ, આશા વર્કર, હોમગાર્ડ પણ જોડાયા હતા.

સંબંધિત સમાચાર