રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર; વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બહિષ્કારની ચીમકી

પાલનપુરમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર; વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બહિષ્કારની ચીમકી
જાતિના દાખલા ન મળતા છાત્રો અને નોકરી મેળવનાર યુવકોનું ભાવિ અંધકારમય; આદિવાસી સમુદાયને જાતિના દાખલા કઢાવવામાં અનેક મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આજે પાલનપુર ખાતે આદિવાસી સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. એકબાજુ સરકાર આદિવાસીઓ ના વિકાસના નામે વાહવાહી લૂંટી રહી છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા માટે ઝઝૂમી રહ્યો છે. સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. ભોળો અને અશિક્ષિત આદિવાસી સમુદાય 1950 પૂર્વેના પુરાવા રજૂ ન કરી શકતા તેઓને જાતિના દાખલા મળતા નથી. જેથી વિધાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર આદિવાસી યુવાનોનું ભાવિ ધૂંધળું બન્યું છે. ત્યારે આજે અમીરગઢ-દાંતા અને પાલનપુર તાલુકાનો આદિવાસી સમાજ એકત્ર થયો હતો. જેઓએ પાલનપુર ખાતે રેલી યોજી કલેકટર કચેરીએ પહોચી આવેદનપત્ર આપ્યું હતું. આદિવાસી સમુદાયના જાતિના દાખલા માટેની અરજીઓ જે-તે તાલુકા મથકોની કચેરીઓમાં પુરવાઓને અભાવે પેન્ડિંગ પડી છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને નોકરી મેળવનાર યુવકોનું ભાવિ અંધકારમય બનતા આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો હોવાનું સતિષભાઈ ધ્રાંગીએ જણાવ્યું હતું. વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના બહિષ્કારની ચીમકી; દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આદિવાસી સમુદાયને જાતિના દાખલા મેળવવામાં થતી ખોટી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી હતી. જો સરકાર આદિવાસીઓની ખોટી કનડગત બંધ નહિ કરે તો આદિવાસી સમુદાય સરકારને 9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહિ કરવા દે તેવી ચીમકી ઉચ્ચારતા તેઓએ આદિવાસીઓના નામે ખોટેખોટી વાહવાહી લૂંટતી સરકાર સામે રોષ ઠાલવતા 9મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું.

સંબંધિત સમાચાર