રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈ માટે રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય ની કામના કરે છે.  આ સંદર્ભે આજરોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ બાલમંદિર, બાલ વાટિકા, ઇંગ્લિશ મીડિયમ, સાળવી પ્રા.શાળાના ધો. ૧ થી ૫ વિભાગ, અને ધો. ૬ થી ૮ વિભાગ ખાતે હર્ષભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો ને કુમકુમ તિલક, ચોખા લગાવી રેવડી થી મોં મીઠું કરાવી બહેન દ્વારા ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશ મિડીયમ નાં આચાર્યા હેતલબેન રાવલ, ધો.૧ થી ૫ નાં આચાર્ય મહેશભાઈ પટેલ, ધો.૬ થી ૮ નાં આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્યાં રંજનબેન પટેલ, બાલમંદિર નાં આચાર્યા દર્શનાબેન મોદી અને સ્ટાફ મિત્રોનાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર