રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના જગાણા ગામે રેલવે ઓવરબ્રિજ પર ઠેર-ઠેર ગાબડા પડયા

પાલનપુરના જગાણા ગામે રેલવે ઓવરબ્રિજ પર ઠેર-ઠેર ગાબડા પડયા
ભારે વાહનોની અવર જવર ધરાવતા બ્રિજ પર ગાબડા પડતા અકસ્માતની ભીતિ તંત્ર દ્વારા સત્વરે બ્રિજ પર સમારકામ કરાવવાની માંગ ઉઠી; પાલનપુર તાલુકાના જગાણા ગામે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડયા છે. જેને લઇ આ ઉબડ ખાબડ બ્રિજ પર પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બ્રિજ પર સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. ફાટક મુકત રેલવે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામા મોટા ભાગની રેલવે ફાટકો પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં પાલનપુર નજીક આવેલ જગાણા ગામની મધ્યમાં પસાર થતાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજ પર અંબાજીથી અમદાવાદ તરફ જતા વાહનો તેમજ બનાસ ડેરીના દૂધના ટેન્કરો રાત દિવસ દોડતા હોય છે. પણ હાલમાં આ બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડ્યા છે. જોકે ગાબડાઓને લઇ ઉબડ ખાબડ બનેલા બ્રિજ પરના માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં સતત અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બ્રિજ પરના ગાબડા કોઈ જાનહાની સર્જે તે પહેલા સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર