રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં ગેરકાયદેસર બાંધકામો સામે 'આપ' અને જાગૃત નાગરિકો લાલઘૂમ

ડીસામાં ગેરકાયદેસર બાંધકામો સામે 'આપ' અને જાગૃત નાગરિકો લાલઘૂમ

પ્રજાની હાડમારીને લઈ તંત્ર સામે આંદોલનની ચીમકી

ડીસા શહેરમાં નગરપાલિકાની મંજૂરી વિરૂદ્ધ થઈ રહેલા વ્યાપક ગેરકાયદેસર બાંધકામો સામે હવે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ આપવામાં આવેલા તપાસ અને સીલિંગના આદેશોનું પાલન ન થતાં આજે 'આપ' અને જાગૃત નાગરિકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.​

64.jpg 133.36 KB
આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, બિલ્ડરો અને ડેવલપર્સ દ્વારા રેસીડેન્શિયલ વિસ્તારોમાં નિયમો નેવે મૂકીને પાર્કિંગ વગરના કોમર્શિયલ શોપિંગ સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે. મંજૂરી કરતાં વધુ અને અનિયમિત બાંધકામો કરીને આ મિલકતો સામાન્ય નાગરિકોને વેચી દેવામાં આવે છે. જેના કારણે ​રસ્તાઓ સાંકડા થવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને પોલીસ વાહનો જેવા કટોકટીના સમયે વાહનો ફસાઈ જાય છે.​રોજબરોજના આ જામ અને ઘોંઘાટથી સ્થાનિક રહીશો માનસિક તણાવ ભોગવી રહ્યા છે.​આવેદનમાં તંત્રની નબળી કામગીરી પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા પૂરતી ચકાસણી કર્યા વિના જ આવા ગેરકાયદેસર બાંધકામોને લાઈટ કનેક્શન માટે વાંધા પ્રમાણપત્ર આપી દેવાય છે. ત્યારબાદ સીટી સર્વે અને રેવન્યુ રેકોર્ડમાં પણ તેની એન્ટ્રી થઈ જાય છે. કાયદાથી અજાણ સામાન્ય મધ્યમવર્ગીય ખરીદદારો આ મિલકતો ખરીદીને પાછળથી કાનૂની વિવાદોમાં ફસાઈ જાય છે.

​જાગૃત નાગરિકોનું કહેવું છે કે, કલેક્ટરના સીલિંગના આદેશ છતાં જમીની સ્તર પર કોઈ નક્કર કામગીરી ન થતાં સાબિત થાય છે કે રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓને તંત્ર છાવરી રહ્યું છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જો ટૂંક સમયમાં ગેરકાયદેસર બાંધકામો કરનારા અને તેમને છાવરતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી અગાઉના આદેશોનું પાલન કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.

ટેગ્સ:#Deesa#Administration

સંબંધિત સમાચાર