રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જુલાઈ, 2026| Super Admin

ડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસની કાર્યવાહી

ડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસની કાર્યવાહી

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગુ વેપારીઓમાં ફફડાટ

​ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉઠયા

બનાસકાંઠા જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. જિલ્લા એસ.ઓ.જી. પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે ડીસાના કાપડી વાસ વિસ્તારમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીને પગલે ભેળસેળિયા અને લેભાગુ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.​

મળતી માહિતી મુજબ, ડીસાના કાપડી વાસ વિસ્તારમાં કેટલાક શખ્સો માનવ જિંદગીને જોખમમાં મૂકીને શંકાસ્પદ ઘીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. જિલ્લા એસઓજી પોલીસે બાતમી વાળા સ્થળે કડક કાર્યવાહી કરીને આ શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો છે. અને આ મામલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડીસામાં અવારનવાર નકલી કે શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ તો પોતાની કામગીરી કરી રહી છે, પરંતુ જેની મુખ્ય જવાબદારી છે તે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરે છે ? ડીસામાં ફરી એકવાર શંકાસ્પદ ઘી પકડાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢીલી કામગીરી અને નિષ્ક્રિયતા સામે જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

​પોલીસે હાલમાં ઘીના નમૂના લઈ તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘીના કારોબારમાં અન્ય કોણ-કોણ સામેલ છે. અને આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો ? તે દિશામાં પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે.

ટેગ્સ:#Deesa#SOG police

સંબંધિત સમાચાર